અયાના - (ભાગ 27)

(12)
  • 3.8k
  • 1.6k

આખી રાત અગત્સ્ય ના ફોનની રાહ જોયા બાદ અયાના બે થી ત્રણ કલાક સૂઈને વહેલા ઊઠી ગઈ... વહેલા ઉઠ્યા બાદ એને નીચે જવાનું મન ન હતું એ જાણતી હતી કે જો આ રીતે વહેલા ઊઠીને નીચે જશે તો જાતજાતના સવાલ નો સામનો કરવો પડશે જેના જવાબ આપવાના મૂડ માં એ જરીક પણ નહતી...ગોરી ત્વચા ઉપર સફેદ ટુવાલ વીંટળાયેલો હતો ...માથાનો એકપણ વાળ ન દેખાઈ એ રીતે ધોયેલા વાળને એક સફેદ ટુવાલ માં વીંટાળેલ હતા...અરીસામાં પોતાના ગોરા મુખડા ઉપર સહેજ ભૂરી આંખો ની વચ્ચે લસરપટ્ટી જેવા સીધા નમણા નાકની જમણી બાજુના ગાલ ઉપર પડતા ખાડા ને જોઇને અયાના શરમાઈ ગઈ ...માથાનો