વંદના - 18

(11)
  • 3.5k
  • 1
  • 1.5k

વંદના- 18ગત અંકથી ચાલુ... થોડી વાર સુધી તો ઓરડીમાં મૌન પથરાઈ ગયું. મારા દાદી મને પોતાના ખોળામાં બેસાડીને એવી રીતે જકડીને રાખી હતી જાણે તે લોકો હમણાં જ મને એમની પરવાનગી વગર તેમનાથી દૂર લઈ જશે. મારું મન પણ એક અજીબ ડર થી ઘેરાયેલું હતું. હું પણ મારા દાદીથી દુર જવા તૈયાર હતી જ નહી. કેટલું અદભુત દર્શ્ય હતું એ મારા દાદીની હું ઢીંગલી એમના ખોળામાં મારી ઢીંગલી સાથે રમતી હતી. એ પ્રેમમાં કેટલું વાત્સલ્ય હતું. એમના આલિંગન ની હુંફ હું આજે પણ મહેસૂસ કરું છું. એ સ્પર્શમાં પણ મને માની મમતાનો અહેસાસ થતો હતો.