કોને ભૂલુંને કોને સમરુ રે - 8

  • 2.8k
  • 1.4k

"પણ લક્ષ્મીબેન આપણે તો પાક્કા કપોળ વૈષ્ણવ મરજાદી...""તે મુળચંદભાઇ તમે તો ઝબ્બો પહેર્યો સે મરજાદીએ શીવેલુ નો પેરાય ને? તમે તો નાગનાથેય જાવછોને..?તે આમા તમે મરજાદી શેના હમમ..? આપણે ચામડાનાં જોડા ન પહેરાય. રમેલાં ઢોરના ચામડા માંથી શીવેલા જોડા મરજાદીએનોપહેરાય લવજીભાઇ.આ તમે હંધાયે ચંપલ મોજડીયુ પેરી છે કે ની ? આપણે મરજાદીએ લાકડાની ચાખડીયુ પહેરાય હમજ્યા? આ મારો શંકર તમારા બધા જેવા મરજાદી નથી પણ આખી જિંદગી જોડા જ નથી પહેર્યા.મને ખબર સે કે ગામ આખુ એને ઉધાડપગો કે સે પણ ઇ નૈ દેખાય."“હવે અત્યારે અમે ઇ વાત માટે આવ્યા નથી .તમે આમ હાવ લાજ શરમ મરજાદ મૂકી ઉઘાડે માથે