પ્રેમ - નફરત - ૧૬

(41)
  • 6.9k
  • 3
  • 4.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬આરવ અને શૈલીને ખુશ થતા આવતા જોઇ બંનેની માતાઓના મનમાં આનંદ થયો. બંને સારા જવાબની અપેક્ષાથી એમની તરફ તાકી રહ્યા હતા. આરવ એમ વિચારીને ખુશ હતો કે શૈલીએ તેને બચાવી લીધો છે. તે મનમાં શબ્દો ગોઠવીને બોલવા જ જતો હતો ત્યારે શૈલી બોલી:'મમ્મી, અમે વાતચીત કરી લીધી છે. મારો હમણાં લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી. પરંતુ આરવ સાથેની મુલાકાતથી મને થાય છે કે લગ્ન કરી લેવા જોઇએ. આવો છોકરો જલદી મળશે નહીં...'શૈલીની વાત સાંભળી આરવની આંખોમાં તેની સામે ગુસ્સો ડોકાયો. તેને અવગણીને શૈલી આંખો નચાવતાં બોલી:'કેવું આરવ?'આરવને થયું કે તે આ જ ક્ષણે શૈલીને જૂઠી