નેહડો ( The heart of Gir ) - 12

(36)
  • 5.3k
  • 3.1k

રાધીએ કનાને ખંભો જાલી તેની તરફ ફેરવ્યો, "હે કના તું ભણી-ગણીને ફુરેસ્ટર શાબ થઈ જાને! તુ ફુરેસ્ટર શાબ થયને આયા ને આયા રે.અમારું,હાવજ્યું ને ગર્યનું ધેન રાખ્ય.તું ફુરેસ્ટર શાબ હો તો અમને કોયની કનડગત નો રિયે." કનો કહે, " હા ઈ હાચુ મને ય હવે આયા ગીરમાં બવ ગોઠી ગ્યું સે. મારે હવે કાઠિયાવાડમાં જાવું જ નથી."ઘડીક ખળખળ પડતા પાણી સામે જોઇ રહ્યો પછી ઉદાસ વદને બોલ્યો, "રાધી તને ખબર સે? મારી મા મરી ગઈ સે. મારો બાપ ઈને બવ મારતો'તો. મારી મા મને કાયમ કેતી'તી હું મરી જાઉં તો તું મામાને ઘરે ગીરમાં હાલ્યો