પ્રેમ - નફરત - ૧૫

(39)
  • 6.4k
  • 4
  • 5.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫રચના સંજનાને ફોનમાં સૂચના આપતી વખતે મનોમન મુસ્કુરાઇ રહી હતી. સંજનાએ જવાબમાં કહ્યું:'ચોક્કસ! પણ એ સાઉન્ડ સીસ્ટમની પૂરતી માહિતી આપજે. મેં મેનેજરને કહી જ રાખ્યું છે કે નવા મોબાઇલમાં એક સુધારો આપીશ. મને ખબર ન હતી કે તું આટલી જલદી-સુપર ફાસ્ટ માહિતી આપીશ!''મને પણ ક્યાં ખબર હતી કે હું નોકરી શરૂ કરું એ પહેલાં કામ કરતી થઇ જઇશ. તું વાત જ જવા દેને!' રચના ટ્રાફિકમાં મોટા અવાજે બોલી.'કેમ શું થયું?' સંજનાએ નવાઇથી પૂછ્યું. 'અરે! આરવે તો મને આજે જ મળવા બોલાવી લીધી. જેમતેમ એને મળવાનું ગોઠવ્યું...મુલાકાત શાંતિથી પતી પણ ગઇ...' રચના બચી ગઇ હોય એમ