સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1

(14)
  • 9.6k
  • 3.8k

નાથો ભાભો મોઢવાડિયા સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ ભાગ 1સમી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો.ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો.નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ