The Next Chapter Of Joker - Part - 33

(28)
  • 3.8k
  • 3
  • 1.8k

The Next Chapter Of Joker Part – 33 Written By Mer Mehul રાતનાં અઢી વાગ્યા હતાં. જુવાનસિંહ અને જૈનીત વડોદરા પાસેની આવેલી ‘બાપાસીતારામ હોટેલ’માં હોલ્ટ કરવા ઊભાં રહ્યા હતાં. બંને અત્યારે તાજગી મેળવવા ચાની ચુસ્કી લઈ રહ્યાં હતાં. “તમને મારી વાત જાણીને આશ્ચર્ય થશે પણ મારું ટ્રાન્સફર નથી થયું…નથી તો હું કોઈ નાયબ પોલીસ અધિક્ષક બન્યો” જુવાનસિંહે ઠંડા અવાજે કહ્યું. “શું કહો છો તમે ?” જૈનીતનાં અવાજમાં પારાવાર આશ્ચર્ય હતું. “હા.. હું હજી એ જ ઇન્સ્પેક્ટર છું” જુવાનસિંહે હળવું હસીને કહ્યું. “તો તમે ટ્રાન્સફર થયાની વાત અને નાયબ પોલીસ અધિક્ષક બનવાની વાત કહી હતી એ ?” “એ નાટક હતું…”