The Next Chapter Of Joker - Part - 25

(31)
  • 4.5k
  • 2
  • 2.3k

The Next Chapter Of Joker Part – 25 Written By Mer Mehul જુવાનસિંહ ટેબલ ઉપર રહેલા ફોન પર નજર સ્થિર કરીને બેઠાં હતાં. દસ ઉપર પંદર મિનિટ થઈ ગઈ હતી પણ હજી સુધી ગઈ રાત્રે જે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો તેણે ફરી કૉલ નહોતો કર્યો. સહસા ફોન રણક્યો એટલે જુવાનસિંહે ઉતાવળથી ફોન હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. જુવાનસિંહનાં ચહેરા પર નિરાશ છવાઈ ગઈ. તેઓએ ફોન રિસીવ કરીને કાને રાખ્યો. “ડિસ્ટર્બ તો નથી કર્યાંને તમને…!” સામે છેડે જૈનીત હતો. “ના…બસ એક કૉલની રાહ જોઇને બેઠો છું..” જુવાનસિંહે કહ્યું. “તો હું થોડીવાર પછી કૉલ કરું…” જૈનીતે કહ્યું. “ના.. કૉલ