The Next Chapter Of Joker - Part - 24

(28)
  • 4.4k
  • 2
  • 2.2k

The Next Chapter Of Joker Part – 24 Written By Mer Mehul રાતનાં અગિયાર વાગ્યાં હતાં. છેલ્લી બે કલાકથી જુવાનસિંહ, ફજલ અને પોતાનાં કાફલા સાથે વડોદરા હાઇવે નજીક એક સુમસાન જગ્યા પર બંધ જીપમાં બેઠા હતા. ચાવડાએ તેનાં ખબરીઓને એક્ટિવ કરી દીધાં હતાં. ત્રણ ખબરીઓ જ્યાં મુંબઈ જતી બસો ઉભી રહેતી ત્યાં ધ્યાન રાખીને બેઠાં હતાં. હજી સુધી કોઈ હરકત નોંધવામાં નહોતી આવી. અડધી કલાક ફજલ પર ઇકબાલનો કૉલ આવ્યો હતો અને તેણે અડધી કલાક પછી હાઇવે પર આવવા કહ્યું હતું. સહસા ફજલનો ફોન રણક્યો. જુવાનસિંહે તેને ફોન સ્પીકર પર રાખીને વાત કરવા કહ્યું. “અસલ્લામુ અલઈકુમ ભાઈજાન” “વાલેકુમ અસ્લામ”