The Next Chapter Of Joker - Part - 22

(28)
  • 4.1k
  • 2
  • 2.2k

The Next Chapter Of Joker Part – 22 Written By Mer Mehul સાડા દસ થયાં હતાં. રાતનાં આરામ બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું હતું, લોકો પોતાનાં કામમાં એટલા વ્યસ્ત થઈ જતાં કે જો બાજુમાંથી કોઈ ઓળખીતું પસાર થાય તો પણ એકબીજાની સામે જોવાની ફુરસત નહોતી. બાપુનગર ચાર રસ્તા નજીક જ પોલીસ સ્ટેશન હતું. અત્યારે ચાર રસ્તાની બાજુમાં આવેલા કિટલી સ્ટોલ પર હિંમત, ચાવડા, સાગર અને રમીલા તથા અન્ય બે કૉન્સ્ટબલો ઊભા હતાં. ગઈ રાત્રે દિવસ આથમી ગયો હતો, જેને કારણે શાંતાનાં બંગલાની તપાસ અધૂરી રહી ગઈ હતી. જુવાનસિંહે સવારની મિટિંગમાં બધાને પોતાનાં કામ સોંપી દીધાં હતાં.