The Next Chapter Of Joker - Part - 20

(30)
  • 4.5k
  • 4
  • 2.2k

The Next Chapter Of Joker Part – 20 Written By Mer Mehul જુવાનસિંહનાં આદેશનું પાલન કરીને કૉન્સ્ટબલે અવિનાશ અને અંકિતાની મુલાકાત ગોઠવી આપી હતી. કૉન્સ્ટબલ, અવિનાશને અંકિતા જે સેલમાં બેઠી ત્યાં લઇ આવ્યો હતો. અવિનાશને જોઈને અંકિતા ઉભી થઇ ગઇ હતી અને દોડીને અવિનાશને ગળે વળગીને રડવા લાગી હતી. “થેંક્યું અવિનાશ…તારાં કારણે..હું… હું એ નર્કમાંથી બહાર નીકળી ગઈ.. તારું આ..આ.. ઋણ હું જિંદગીભર ચૂકવી નહિ શકું…મને..મને મારા ભોળાનાથ પર વિશ્વાસ હતો….એ..એક..દિવસ જરૂર એ મારી મદદે આવશે…તા..તારા સ્વરૂપે એણે મારો વિશ્વાસ અકબંધ રાખ્યો છે” ડૂસકાં ભરતા ભરતા અંકિતા તૂટક અવાજે અવિનાશને ઝકડીને કહેતી હતી. “તું પહેલા રડવાનું બંધ કર…” અવિનાશે