The Next Chapter Of Joker - Part - 18

(30)
  • 4.1k
  • 5
  • 2.2k

The Next Chapter Of Joker Part – 18 Written By Mer Mehul બંને જીપ સ્ટેશને પહોંચી ત્યારે સાંજનાં પાંચ વાગી ગયા હતા. રમીલાએ ત્રણેય માં-દીકરીઓને જીપમાંથી નીચે ઉતારી અને જુદી-જુદી સેલમાં કેદ કરી દીધી. હવે જુવાનસિંહનું કામ શરૂ થયું હતું. જુવાનસિંહે હેડ-ક્વાર્ટરમાં ફોન જોડ્યો અને બે લેડી ઑફિસરને બાપુનગર પોલિસ સ્ટેશનમાં મોકલવા દરખાસ્ત કરી. જુવાનસિંહની દરખાસ્તને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બે લેડી ઑફિસરને હેડ-ક્વાર્ટરમાંથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં એક હિના ખત્રી અને બીજી સુમન ગૌસ્વામી હતી. બંને લેડી ઑફિસર પોલીસ સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં જુવાનસિંહે સબ ઇન્સ. હિંમત પાસેથી આજે લીધેલાં બધાનાં સ્ટેટમેન્ટ એકઠા કર્યા અને અગત્યનાં