ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "કા. તને ક્યાં પહાડ તોડવાનું કામ સોંપ્યું છે મેં કે તું ના પડે છે. આમેય તારા કાકા કહે છે કે તું આખો દી હડિયાપટ્ટી કરતો હોય છે." "અરે કાકા, આ તમારી ઘડિયાળ કાંડા માં ઘડીયે ઘડીયે ખુંચે છે. અને થોડી થોડી વારે તમારા નામની બૂમો પડે છે." "ઠીક છે. હવે તું એક કામ કર. અત્યારે એક વાગ્યો છે. તું તારા કાકાની ઓફિસે જઈને બેસ. સાડા ત્રણ વાગ્યે એ મને મળવા આવશે. ત્યારે આ ઘડિયાળ એમને આપી દેજે." કહી ને એને પોતાના ફોન માંથી કોઈ ને ફોન જોડ્યો. "હલ્લો સુરજસિંહ. જીતુભા બોલું છું. આ તમારો ભત્રીજો તો