તલાશ - 45

(71)
  • 5.1k
  • 3
  • 3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. દસ વાગ્યે જેસલમેર એરપોર્ટમાંથી મોહિની હેમા અને પ્રદીપ શર્મા બહાર નીકળ્યા. મોહિનીએ ફરીથી જીતુભાને ફોન જોડ્યો પણ રિંગ જ વાગી, "પપ્પા, આ જીતુ ફોન કેમ નહીં ઉપાડતો હોય? હું સોનલને પૂછું છું તમે RJ15 - 5445 નંબરનો સુમો ચેક કરો ક્યાં છે." "હા હું જોઉં છું. અને મને લાગે છે કે સુરેન્દ્રસિંહની સાથે વાત કરવી જોઈએ" કહી. પ્રદીપ શર્મા એ સુરેન્દ્રસિંહ ને ફોન જોડતા જોડતા.બહાર નીકળીને જીતુભા એ કહેલા સુમોને શોધવા માંડ્યો. મોહિનીને સોનલે કહ્યું કે જીતુ એનો ફોન પણ ઉપાડતો નથી આથી સહેજ નિરાશામાં મોહિની એના મમી હેમાબહેન સાથે