પ્રેમ - નફરત - ૧૩

(42)
  • 7.2k
  • 1
  • 5.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ રચનાએ માન્યું કે તેણે મા બીમાર હોવાથી જલદી હાજર થઇ શકાય એમ ન હોવાનું કારણ આપ્યું હતું એ કારણે આરવ ખબર જોવા આવવા કહી રહ્યો છે. આમ અચાનક આરવ ઘરે આવવાની વાત કરશે એવી કલ્પના તેણે કરી ન હતી. કંપનીમાં હજુ પોતે કામે લાગી નથી ત્યાં જ આટલી લાગણી બતાવી રહ્યો છે. તેને સમજાતું ન હતું કે આરવને ના કેવી રીતે પાડવી. મા ઘરે ન હોવાથી તેની સામે મારી વાત ખોટી સાબિત થઇ જશે તો?'હલો...હલો રચના?' આરવનો અવાજ સામા છેડેથી સતત આવી રહ્યો હતો.'...હા...હા સર, અવાજ સંભળાય છે. હું કહેતી હતી કે માને ઘણું