બેંક કૌભાંડ - ભાગ 2

(24)
  • 4.8k
  • 4
  • 3.3k

બેંક કૌભાંડ ભાગ – ૨ ફાઈલનું રહસ્ય રાજાબાબુ, સચિન અને સુધા, આ ત્રણેય જણ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. રાજાબાબુએ હવાલદારને કહ્યું કે ‘એ ધનસુખના કેસ બાબતે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જને મળવા માંગે છે કારણ કે એ એના વકીલ છે.’ મોઢામાં તમાકુનું પાન ચાવતાં ચાવતાં હવાલદારે થાનેદારની કેબિન તરફ ઈશારો કર્યો. રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિન પાસે પહોંચ્યા અને રાજાબાબુએ દરવાજો નોક કર્યો હતો. ‘કમ ઈન....’ અંદરથી અવાજ આવ્યો. રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિનમાં પ્રવેશ્યા. થાનેદારની નજર અને રાજાબાબુની નજર એકબીજા સાથે મળી. થાનેદારની આંખોમાં ચમક આવી અને એ બોલી ઊઠયો હતો. ‘અરે રાજાબાબુ તમે? આટલા વર્ષો