સોનલનું ખૂન

(31)
  • 3.8k
  • 3
  • 1.4k

વાર્તા સોનલનું ખૂન હરમન અને જમાલ પોતાની ઓફિસમાં બેસી નવા કેસ ઉપર વિચારવિમર્શ કરી રહ્યા હતાં, બરાબર એ જ વખતે ઇન્સ્પેક્ટર રાઠોડનો ફોન હરમનના મોબાઇલ ઉપર આવ્યો હતો. "હેલો હરમન, આજે રાત્રે તારે મારી સાથે મારા ખાસ મિત્ર અને મહિના પહેલા જ ACP તરીકે નિવૃત્ત થયેલ પોલીસ અધિકારી સૂરજસિંહે એમની રીટાયર્ડમેન્ટ નિમિત્તે રાખેલી પાર્ટીમાં આવવાનું છે. પાર્ટીમાં આવવા માટે એમણે તને ખાસ આમંત્રણ આપ્યું છે." ઇન્સ્પેક્ટર રાઠોડે હરમનને કહ્યું હતું. "રાઠોડ સાહેબ, હું અને ACP સૂરજસિંહ ક્યારેય પણ એકબીજાને મળ્યા નથી કે ઓળખતા નથી. છતાંય એમણે મને પાર્ટીમાં કેમ આમંત્રિત કર્યો છે?" હરમને ઇન્સ્પેક્ટર રાઠોડને આશ્ચર્ય સાથે પૂછ્યું હતું.