તલાશ - 42

(74)
  • 6.4k
  • 3
  • 3.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "જીતુભા કઈ બાજુ લઉં?" ભીમસિંહે પૂછ્યું. "પહેલા તો મિલિટરી હોસ્પિટલે લઇ લો, ચતુરને મળીયે. પછી ક્યાં જવું છે એ કહું છું." "સોરી પણ મિલિટરી હોસ્પિટલ નહીં જવાય." "કેમ?' "કેમ કે ગઈકાલે મારા એક ઓળખીતા ડોક્ટર મળેલા અને એમના હાથમાં ચતુરને સોંપીને પછી હું અને બીજા લોકો તમને શોધવા નીકળેલા." "તો એનું શું છે. ચતુરને મળવામાં શું વાંધો.?” "એમાં એવું છે કે તમને તો ખબર જ છે કે, હું હમણાં કલાક માટે બહાર ગયો હતો. મને હોસ્પિટલના સ્ટાફ માં એક વોર્ડબોય કે જે મારો પાડોશી છે. એને કહ્યું કે ચતુર નું કૈક બહુ મોટું લફડું છે. છેક દિલ્હી થી મોટા ઓફિસર કોઈ પૂછપરછ કરવા આવી રહ્યા છે.