એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૫

  • 4k
  • 2k

દેવ મેડીસીન આપવા માટે નિત્યાના ઘરે પહોંચ્યો ત્યારે નિત્યાના પપ્પા(જીતુભાઇ) બહાર હિંચકામાં જ બેસ્યા હતા.એમણે દેવને અંદર આવવા કહ્યું.બંને અંદર જઈને વાતચીત કરી રહ્યા હતા એટલામાં નિત્યાની મમ્મી દેવ માટે પાણી લઈને આવી."થેંક્યું આંટી""થેંક્યું તો અમારે તને કહેવું જોઈએ!""કેમ?" ખબર ના પડતા દેવે પૂછ્યું."કાલના સરપ્રાઈઝ માટે"કામિનીબેને કહ્યું."ફ્રેન્ડ માટે આટલું તો કરવું પડે ને""બસ ફ્રેન્ડ......?"ખબર નઈ કામિનીબેન શું સાંભળવા માંગતા હતાં તેથી એમણે દેવને ઉતાવળમાં પૂછી લીધું પણ જીતુભાઇ આંખો મોટી કરીને એમની સામે જોયું તેથી 'હું કામ પતાવીને આવું' એમ કહીને કામિનીબેન ત્યાંથી જતા રહ્યા.જીતુભાઇને પણ ખબર હતી કે કામિનીબેન દેવ અને નિત્યાને એકબીજાના જીવનસાથી તરીકે જોવા માંગતા હતા પણ