ક્રિશય અને અયાના બંને ગામના ખૂણે ખૂણે ફરી રહ્યા હતા...બ્લૂ ડેનિમ જીન્સ ઉપર ગુલાબી રંગની શોર્ટ ગોઠણ ઉપર ની કુર્તી માં અયાના ખૂબ સુંદર દેખાતી હતી... એણે ગળાની ફરતે ઢીલું વીંટાળીને ગુલાબી સ્કાર્ફ બાંધ્યુ હતું....બીજી બાજુ એની સાથે ચાલતો ક્રિશય હમણાં જ પથારીમાંથી ઊભો થઈને દોડવા માંડ્યો હોય એ રીતે બ્લેક નાઈટ ડ્રેસ નું ટીશર્ટ અને એની નીચે બ્લેક સ્પોર્ટ્સ માં પહેરાઈ એવો લેંઘો પહેર્યો હતો એના વાળ ઊંચા થઈ ગયા હતા... ક્રિશયે એક વાર પણ એના વાળ સરખા કરવા માટે માથા ઉપર હાથ ફેરવ્યો ન હતો...ક્રિશય ને જોઇને એકવાર અયાના ને થઈ આવ્યું કે એ ક્રિશય ની નજીક આવીને