કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-13

(41)
  • 12.1k
  • 4
  • 10.2k

વાંરવાર યાદ આવતી સાન્વીને વેદાંશ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ સાન્વી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ રહ્યો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી...!! આપણે ક્રીશાની વાત કરીએ તો... ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ હતી.