તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 3

(11)
  • 4.3k
  • 1
  • 2.6k

થોડા સમય પછી પ્રણવ ગામમાં આવ્યો તો તેને ખબર પડી કે મિનલનું સગપણ થઇ ગયું છે અને બે મહિના પછી મિનલના લગ્ન છે.આ સમાચાર સાંભળીને પ્રણવના હોશકોશ ઉડી ગયા. તેણે મિનલને ટેકરી ઉપરના મંદિરે મળવા બોલાવી હતી. આ મંદિર ગામથી થોડું દૂર અને અતડુ હતુ, ત્યાં કોઈ આવતું જતુ નહિ એટલે પ્રણવ અને મિનલ પહેલેથી ત્યાં જ મળતાં. મિનલ આવી ત્યારે પ્રણવ તેની રાહ જોતો ગુમસુમ મંદિરના ઓટલે બેઠો હતો. પોતાના જીવનમાં તેને કોઈ રસ રહ્યો ન હતો કે ન તો તેના ચહેરા ઉપર જીવન જીવવાની કોઈ આશ દેખાતી હતી! મિનલ આવીને પ્રણવને ભેટી પડી અને ખૂબ રડી, ખૂબ રડી. પ્રણવ પણ