લવનો ખેલ

  • 2.3k
  • 1
  • 790

 "અરે... હા... ના... હું તો રત્ના ને જ લવ કરું છું... આઇ જેન્યુએલી લવ હર!!!" ગૌમુખ અટકતા અટકતા બોલી જ ગયો. "વૉટ ધ હેલ!!!" એની ઠીક પાછળ જ લીલા હતી! એની મુઠ્ઠી ભીંસાઈ ગઈ અને એના મોંમાંથી આ શબ્દો સરી પડ્યા. "લીલા... લિસન..." ગૌમુખ કંઇક કહેવા માંગતો હતો પણ એની વાત કાપતા જ લીલા બોલી, "જે કહેવું સાંભળવું હોય એ હવે રત્ના સાથે! આઇ જસ્ટ હેટ યુ!" લીલા પરાગ અને ગૌમુખને એ ગાર્ડનમાં જ એકલા મૂકીને ચાલી ગઈ. "ગૌમુખ... પ્લીઝ યાર મારે તારી હેલ્પ જોઈએ છે..." એક કૉલ રેકોર્ડિંગ માં રત્નનો અવાજ પ્લે થયો. "વૉટ હેપન?! શું થયું?!"