તલાશ - 41

(72)
  • 6.6k
  • 6
  • 3.6k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ગેસ્ટ હાઉસ પહોંચીને જીતુભાએ શંભુ મહારાજ ને કહ્યું મને સાડા નવ વાગ્યે ઉઠાડી દેજો અને નાસ્તો તૈયાર રાખજો.કહી પોતાના રૂમમાં જઈ શાવર લઈને બેડ પર લંબાવ્યું. ત્યારે પોણા 6 વાગ્યા હતા. xxx "હેલો હની," એક સ્ત્રેણ અવાજ પોતાના મોબાઈલ પર સાંભળીને હનીની રહી સહી નીંદર પણ ઉડી ગઈ. સ્ક્રીન પર જોયું તો અજાણ્યો નંબર હતો."યસ," એણે કહ્યું. "હની રૂમની બહાર હોટેલના ગાર્ડનમાં આવ હું ચા નો કપ લઇ ડાબી બાજુ ખૂણામાં બેઠી છું." કહીને ફોન કટ થયો. હની હવે અવાજને પૂરો ઓળખી ગયો હતો. મુસ્કુરાઇને એ બાથરૂમ માં ફ્રેશ થવા