તલાશ - 39

(76)
  • 5.5k
  • 2
  • 3.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "જીતુભા ચતુર બોલું છું. ઓલી નીના હમણાં જ કાર લઈને ઉતાવળી મિલિટરી હોસ્પિટલ સાઈડ ગઈ છે. હું બાઈક માં એનો પીછો કરું છું પણ એ કારની સ્પીડ માં પહોંચશે નહીં. કાર નંબર xxxx છે. મને કાલે બપોરે કારની ટાંકી ફૂલ કરવા કહ્યું હતું. પણ મેં એમાં 8 લીટર જ પેટ્રોલ ભરાવ્યું હતું એટલે અત્યારે ટાંકીમાં માંડ 5 લીટર પેટ્રોલ હશે. એ 80-100 કિ મી થી વધારે દૂર નહીં જાય. થોડી વારમાં એને ઈન્ડિકેશન મળશે એટલે મને ગાળો દેશે." ચતુરે એક શ્વાસે રિપોર્ટ આપ્યો. "ઓ.કે. હું કેન્ટોનમેન્ટ રોડથી હોસ્પિટલ