શાકાહારી બનો તાજાં શાકભાજી કાચાં ખાઓ.️. ઈંડા કે માંસ ખાવું કે ના ખાવું તે બાબતે ભારતીય બંધારણ કોઈને મનાઈ નથી કરતું.માંસ,ઈંડા વેચવા પર પણ બંધારણનો કોઈ પ્રતિબંધ નથી.હા જયાં માંસનું વેચાણ થાય છે ત્યાં માખી,અન્ય જીવાતનો ઉપદ્રવ વધી જાય છે.માટે આવી જગ્યા પર સ્વચ્છતા અને તે પદાર્થને ઢાંકેલો રાખવો જરૂરી છે. નહીં તો તેને ખાનાર બીમાર પડવાના ચાન્સ વધી જાય છે.સ્વયં શ્રીમદ ભગવગીતા માં ભગવાને ત્રણ પ્રકારના ભોજનનું વર્ણન કરેલું છે. સત્વ,રજસ અને તામસ. "કહેવત છે કે અન્ન તેવો ઓડકાર."આપણે જેવો ખોરાક ખાઈએ તેવા આપણા ઓડકાર આવે.માણસે જ નક્કી કરવાનું છે કે મારે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. ખાસ કરી