આઇ હેટ યુપ્રકરણ-66 રાજનાં મંમી પપ્પા US પહોંચી ગયેલાં. એ લોકોએ એમનાં ફ્રેન્ડ ગૌરાંગને ત્યાંથી રાજને ફોન કરેલો સરપ્રાઇ આપવા. રાજ સાંભળીને ખૂબ નવાઇ પામ્યો એણે પૂછ્યું પાપા મંમી તમે સાચેજ US આવી ગયાં છો ? મને કહ્યું પણ નહીં. રાજનાં પાપાએ કહ્યું બેટા તારાં માટે મોટી સરપ્રાઇઝ છે અમે આવ્યા પછી એક ક્ષણ રહી ના શક્યા તને ફોન કરી દીધો. જેટ લેક કે આરામનો વિચાર નથી આવ્યો. મંમીએ કહ્યું દીકરા તું અહીં આવીજા ગૌરાંગ અંકલને ત્યાં.... રાજે કહ્યું ઓકે હું આવુ છું જો મારાં ફ્રેન્ડ આવા તૈયાર હશે તો એમને લઇને આવીશ તમારી ઓળખાણ કરાવાય. ત્યાં પ્રદ્યુમન જોષીએ પ્લાન