તલાશ - 32

(70)
  • 5.5k
  • 2
  • 3.4k

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સંગીત સંધ્યા મસ્ત રહી હતી. એમાં બંને પક્ષ વાળા લોકો મન મૂકીને નાચ્યા હતા, સરલાબેને પણ 'દિલ તો પાગલ હે' ના ગીત 'મુજકો હોઈ ના ખબર ચોરી ચોરી છુપ છુપ કર લેગઈ લેગઇ, દિલ લે ગયી" પર થોડા સ્ટેપ્સ કર્યા તો જનક જોશી જેવા અંતર્મુખી માણસે એના જવાબમાં મન મૂકીને આશિકી ના "તું મેરી જિંદગી હે" ગીતને માઈક પર ગાયું . લગભગ 12 વાગ્યા સુધી આ ધમાલ ચાલી. પછી બધા આરામ કરતા હતા. ત્યાં સરલાબેનના ફોનમાં ફ્લોદીથી ખડક સિંહ ના કારભારી નો ફોન આવ્યો કે એના બાપુ ની તબિયત અચાનક બગડી છે.