પ્રત્યક્ષ-પરોક્ષ - ૬

(38)
  • 4.1k
  • 2
  • 1.8k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૬ડો. હિના દરજીપૂંજાભાઈ ખોંખારો ખાય છે: “રુહી, મારી પાસે આવીને બેસ...” રુહી એમની પાસે જઈ બેસે છે. એની નીરસ આંખોમાં કોઈ ઉત્સાહ કે પીડા દેખાતી નહોતી. જાણે એક અઠવાડીયામાં એના જીવનમાંથી બધા રસે વિદાઇ લઈ લીધી હતી. પૂંજાભાઈ એના માથા પર હાથ મૂકે છે.રુહી અપલક નયને પૂંજાભાઈ સામે જોવે છે. એની આંખોની નીરસતા જોઈ પૂંજાભાઈને પણ દુ:ખ થાય છે. એ રુહીનાં માથા પરથી હાથ લઈ આલ્બમ પર હાથ ફેરવવા લાગે છે. બધા પૂંજાભાઈ સામે જોઈ રહ્યા હતા. એમની ચુપકીદી હવે બધાને કંટાળો આપી રહી હતી. પૂંજાભાઈ પોતે વાત ક્યાંથી શરૂ કરવી એ સમજી શકતા નહોતા, એટલે એ પોતે