પ્રેમ - નફરત - ૬

(46)
  • 8.4k
  • 2
  • 6.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬ આરવ રચનાના સવાલ પછી ઊભો થઇ ગયો હતો. પોતે એની આંખોને યાદ કરીને જ કિશોરકુમારનું ફિલ્મ 'ઘર' નું 'આપ કી આંખોં મેં કુછ મહકે હુએ સે રાજ હૈ...' ગીત વગાડવા જઇ રહ્યો હતો. એની રચનાને કેવી રીતે ખબર પડી એ વાતનું આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. પોતાને કિશોરકુમારના ગીતો પસંદ છે એ વાતની રચનાને કેવી રીતે ખબર પડી હશે? પોતે ઇન્ટરવ્યુ દરમ્યાન એકપણ વખત કોઇ ગીત ગણગણ્યું ન હતું. અને એ બધું જ જાણતી હોય એમ માત્ર સવાલ કરવાને બદલે ગીત વિશે પૂછી રહી હતી. આરવને સાચું ના લાગતું હોય એમ 'હેં?' કહીને આશ્ચર્ય પામતો જોઇ