જીવન સાથી - 21

(26)
  • 6.6k
  • 1
  • 4.6k

ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન થોડા ચિંતામાં પડી ગયા પણ પછી દિપેને તેમને સમજાવ્યું કે, તમે મારી સાથે મારા ઘરે આવો આન્યાની દવા ચાલે છે તે ડૉક્ટર સાહેબને પણ મળી લો અને મારા ગામવાસીઓને પણ મળી લો તેમજ આન્યાને તમારી સાથે તમારા ઘરે લઈ જવા માટે તેમની પાસેથી સંમતિ મેળવી લો અને ત્યારબાદ તમે આન્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. " આ બધી જ વાતો ચાલી રહી હતી અને આન્યા એકદમથી ભાનમાં આવી એટલે આટલા બધા માણસો પોતાની આજુબાજુ જોઈને દિપેનને પૂછવા લાગી કે, મને શું થયું છે ? કેમ અહીંયા આટલી બધી ભીડ ભેગી થઈ છે ?