તલાશ - 29

(54)
  • 5.9k
  • 2
  • 3.6k

"શેઠજી બલ્વીન્દરસિંઘનો ફોન આવ્યો હતો." મોહનલાલે કહ્યું. "કોઈ નવી વાત છે કે એ જ છે. જે આપણે જાણીએ છીએ?" "શેઠ વાત નવી છે. અને ચિંતાજનક પણ." અનોપચંદે પોતે જે ફાઇલ જોતો હતો એમાંથી માથું ઉંચુ કર્યું અને પૂછ્યું. "શું ખબર છે બોલો" "કાલે સુરેન્દ્રસિંહ સાથે વાત કરનારા બંને ઓફિસર પાંડુરંગ મોરે અને ગુરમીત ચઢ્ઢા હતા. બન્ને મહા કરપટ છે. પણ કંઈક નવો ખેલ માંડ્યો છે. એ બેઉએ મળીને. " "શું કરવા માંગે છે ?"અનોપચંદે પૂછ્યું. "આપણા દેશને કંગાળ અને નબળો બનાવી એમને કરોડપતિ થવું છે. આર્મી ચીફને બ્લેકમેલ કરવા છે. " "શું.ઉઉઉ. ઓલી સિક્રેટ ફાઇલ?' "હા આર્મી સાથેના ગુપ્ત સોદાની ફાઈલ ક્યાંકથી એમણે મેળવી લીધી છે. અને જેટલા સ્વદેશી સપ્લાયર્સ છે