અયાના - (ભાગ 12)

(17)
  • 4.1k
  • 1
  • 2k

હોસ્પિટલ થી વહેલા નીકળીને દેવ્યાની ઘરે આવી...રસ્તામાં એને ઘણા એવા વિચારો આવી રહ્યા હતા...એના પપ્પા એ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવી હતી આજથી પહેલા આવું ક્યારેય થયું ન હતું....દેવ્યાની ને કાલ સાંજ ની વાત યાદ આવી ગઈ....ગઈકાલ સાંજે એના મામા ઘરે આવ્યા ત્યારે એણે દેવ્યાની ના લગ્ન ની વાત છેડી હતી...એના મામા એ દેવ્યાની માટે એક છોકરા ના પરિવાર નું ઠેકાણું આપ્યું હતું પરંતુ દેવ્યાની અત્યારે ભણે છે એનું ભણતર પૂરું થાય ત્યારે જ એના લગ્ન કરવાના છે એવું કહી દીધું હતું ....પરંતુ આજે આમ અચાનક ફોન કરીને ઘરે બોલાવી એ પણ છોકરાવાળા જોવા આવે છે એ માટે....એના પપ્પા એ