પ્રેમ - નફરત - ૪

(40)
  • 7.6k
  • 2
  • 5.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ આરવને થયું કે પચીસથી વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેતાં તેની રાત પડી જશે. અરજી કરનારા તમામ ચાલીસ ઉમેદવારો આવ્યા હોત તો અડધાના જ ઇન્ટરવ્યુ લઇ શક્યો હોત. તેણે નક્કી કર્યું કે જે ઉમેદવારની લાયકાત આઇ.ટી. ની જગ્યા માટે હોય એની જ સાથે વિગતવાર વાતચીત કરવાની. બિનજરૂરી સમયનો બગાડ કરવાનો નહીં. આરવે બપોર સુધીમાં ઇન્ટરવ્યુ પૂરા કરવાનું લક્ષ્યાંક નક્કી કરીને પહેલા ઉમેદવારને બોલાવવા પિયુનને જણાવ્યું. આરવે પોતાના મોનિટર પર ઇન્ટરવ્યુ માટે બેઠેલા ઉમેદવારોના રૂમના સીસીટીવી કેમેરોને ઝૂમ કરીને નજર નાખી. આવેલા ઉમેદવારોની યાદીમાં પાંચેક છોકરાના નામ હતા. છોકરીઓ વધારે હતી. પહેલી ઉમેદવાર નિત્યા આવી. આરવે તેના