જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 1

(26)
  • 6.9k
  • 3
  • 3.5k

જાન્હવીનો ખૂની કોણ? (પ્રતિલિપિ વાર્તા સમ્રાટ) ભાગ-1 જાન્હવીનું ખૂન "અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના આરોપમાં ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો. "જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રા ખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું. "હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?"