તલાશ - 26

(55)
  • 5.8k
  • 1
  • 3.7k

હોટેલ સનરાઈઝ 302 નંબરના રૂમમાં સુરેન્દ્રસિંહ ઝાલા તૈયાર થઈને બેડ પર બેઠા હતા. ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથેની એની સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી મીટીંગ ચા- નાસ્તા સાથે પુરી થવાની હતી. પણ એ ડિનર ડિપ્લોમસી પછી પણ પુરી ન થઇ અને છેક મોડી રાત્રે કે કહોને વહેલી સવારે 3 વાગ્યે પૂરી થઈ હતી. આમ તો એ અધિકારીઓમાં એક પાંડુરંગ મોરે તો એનો મિત્ર હતો. અને એણે એના ઉપરી અધિકારીને સુરેન્દ્રસિંહનું નામ સૂચવ્યું હતું. એ ઉપરી અધિકારી ગુરમીત ચઢ્ઢા એમની પાસે કૈક ખાનગી રાહે તપાસ કરાવવા માંગતો હતો 2-3 વાર અલગ અલગ ફોનથી વાત કરીને એમણે સુરેન્દ્રસિંહ ને મળવા બોલાવ્યા હતા. એ બંને એ જે વાત કહી હતી અને જે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા એનાથી