આઇ હેટ યુપ્રકરણ-59 નંદીનીએ ફોન ઊંચક્યો પછી જાણી ગઇ કે આતો વરુણ છે એણે અમદાવાદ ઓફીસથીજ જાણકારી મેળવી લીધી કે હું સુરત આવી છું ગમે ત્યારે એને ખબર પડવાની હતી પણ જલ્દી પડી ગઇ. મેં મોબાઇલ નંબર બદલ્યો એમાંથી એને ફરક નથી પડ્યો મારે કંઇક કરવું પડશે નહીંતર અહીં ઓફીસમાં ફોન કર્યો કરશે. અહીં મારી બદનામી અને ફજેતા થશે. પછી એને હુંજ ફોન કરુ છું. આમેય માસા એડવોકેટ છે એવું કહેવા ભાટીયા પાસે બહાનું કાઢી હાફ ડે ની રજા લીધી છે તો આવું કામ પતાવી દઇશ આજે ફેંસલો લાવવો પડશે કોઇક રીતે એમ વિચારી પોતાની કેબીનમાં ગઇ અને બાકી રહેલાં