શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 17

  • 3k
  • 1.2k

શેડ્સ ઑફ પેડિયાટ્રિક: લાગણીઓનો દરિયોપ્રકરણ ૨૨: "દૂધપીતી..!! "સવારની તાજગીનો અનુભવ દિવસના બીજા કોઈ પણ પ્રહરમાં કરવો લગભગ અશક્ય છે. ટેબલ પર પડેલા ફોનમાં અેક નોટિફિકેશન બ્લીંક થાય છે, "નવજાત શિશુના ગેર કાયદેસર ગર્ભ પરિક્ષણ નો વધતો દર..! "જાણીને ખરેખર આંચકો લાગશે પણ વાસ્તવમાં ભારતમાં દરરોજ અંદાજે ૨૦૦૦ જેટલા ગર્ભમાં ઉછરી રહેલી દીકરીઓના ડીગ્રી વિનાના ક્વેક્સ(ઊંટવૈદ) વડે ગર્ભપાત થઈ રહ્યા છે. કેટલાય લોકો આ નવજાતના જાતિ પરીક્ષણ કરવાના કાળા ધંધા માં ઉંડે સુધી ઉતરેલા છે. એન્જલ હોસ્પિટલમાં પિડિયાટ્રિશ્યન તરીકેનું મારું પહેલું જ અઠવાડિયું હતું. રાતના લગભગ ૯ વાગ્યાનો સમય, એક ૫ દિવસની બાળકીને લઈને ઘણા લોકો દોડીને અાવે છે. "જુઓ ને, આ બાળકીનો શ્વાસ કેમ આવો થઈ ગયો