છેલ્લુ નોરતુ-રાકેશ ઠક્કરદિવ્યની જિંદગીની આ પહેલી એવી નવરાત્રિ હતી જેમાં તે ગરબા-રાસ રમવાનો ન હતો. તે સમજણો થયો ત્યારથી ગામમાં પહેલાં મોજ-મસ્તી માટે પછી ભક્તિની અસરમાં અને છેલ્લે એક છોકરી રીનાના પ્રેમમાં ગરબા રમતો રહ્યો હતો. સંજોગો એવા બદલાયા કે આ વર્ષે એ રીના સાથે તો રમી શકે એમ જ ન હતો અને મહાનગરમાં આવ્યા પછી તેને નવરાત્રિમાં રસ જ રહ્યો નથી. પરિવારે એની રીના સાથે જાણે નવરાત્રિ પણ છીનવી લીધી હતી.કેવા મજાના એ દિવસો હતા! દિવ્ય આજે એ દિવસોના સ્મરણો સાથે જ પહેલા નોરતાની રાતને પૂરી કરવાનો હતો. કિશોરાવસ્થામાં જ એને રીના ગમવા લાગી હતી. કોલેજમાં આવ્યો પછી એની