શીર્ષક : મૌન ©લેખક : કમલેશ જોષીમૌન પણ એક ભાષા છે. જે મહેફિલમાં શબ્દો લિમિટ ક્રોસ કરતા હોય, ત્યાં સજ્જન વ્યક્તિ મૌનની ભાષા બોલતા હોય છે. મતલબ કે કશું બોલતા નથી હોતા. મૌન એટલે બોલી ન શકવું નહિ પણ બોલવું જ નહિ. તમે બોલો તોયે કશો ફર્ક ન પડતો હોય, તમે બોલો તો બાજી વધુ વણસતી હોય તો મૌનની જ ભાષામાં વાત કરવી. એક મિત્રે સંબધ વિશે કહ્યું, "શબ્દો અને એના અર્થો વચ્ચેનું અંતર જે સંબંધમાં ઓછું કે નહિંવત એ સંબંધ ગાઢ, પ્રચુર, મજબુત." માણસની એનર્જી સૌથી વધુ બોલવામાં વેડફાતી હોય છે. એક મિત્રે કહ્યું : માણસ જેટલું બોલે એના