બીજી બાજુ

  • 4k
  • 1.1k

નમસ્કાર મિત્રો ! નવલકથાનું આ પ્રથમ પ્રકરણ છે. એ છોકરીનું નામ દેવ્યાની. પૂરું નામ દેવ્યાની પંકજભાઈ મહેતા. દેવ્યાની એટલે જાણે ઝાંસીની રાણી જ જોઈ લો. ભારે ઘમંડી અને સ્ત્રી સશક્તિકરણની પ્રખર હિમાયતી. બાળપણથી જ માતા-પિતા અને શિક્ષકો પાસેથી સાંભળેલી વાતોમાંથી દેવ્યાનીએ એટલું તો તારણ કાઢેલું કે સ્ત્રીને પણ સમાજમાં પુરૂષની જેમ માનભેર જીવી શકવાનો અધિકાર છે. સ્ત્રી શા માટે અબળા કહેવાય છે ! પ્રાથમિક સ્કૂલમાં ભણતી હતી, ત્યારે દેવ્યાની ટેક્ષબુકમાં જ્યાં “અબળા” શબ્દ આવતો ત્યાં છેકો મારી દેતી ! પ્રાથમિકમાંથી સેકન્ડરીમાં અને સેકન્ડરીમાંથી હાયર સેકન્ડરીમાં આવી ત્યારે બધી જ છોકરીઓથી દેવ્યાની સાવ અલગ જ