મને બાળપણથી જ લેખન કાર્યમાં વધુ રૂચી રહેલી છે. કવી અને લેખકો પ્રત્યે મને ખુબ માન ઉપજે છે. કારણ કે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર આ જ કલમ યોદ્ધાઓ છે. આજે ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને પેઢી દરપેઢી આગળ વધારવા માટે સહુથી મોટો ફાળો આ કવિઓ અને લેખકોનો છે. અને તે પણ આપણી પોતીકી ભાષા - ગુજરાતીમાં લખાયેલા કંઈ કેટલાએ ગ્રંથો, લેખો, કાવ્યો અને અઢળક નવલકથાઓ...!! કવિ કાલીદાસ હોય કે ઝવેચંદ મેઘાણી હોય, આ દરેક મહાનુભાવોની કૃતી ખરા ખપીને વાહ... ઉદગારો ના અપાવે એવું બન્યું નથી. આજના ટેકનોલોજી યુક્ત જમાનામાં લોકોને દિન-પ્રતિદિન વાંચનમાંથી રસ ઉડવા લાગ્યો છે. ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ ફિલ્મો જોવાનું લોકો પસંદ કરશે પરંતુ તે ફિલ્મ જેના પરથી બની છે તે પુસ્તક વાંચવાની તસ્દી નહિ લે. મારા લેખન કાર્યની શરૂઆત માટે પ્રેરણા સ્ત્રોત કહી સકાય તો ડૉ. આઈ. કે . વીજળીવાળા, સુધા મૂર્તિ, ઝૂલે વર્ન, અમીષ અને વિજય ગુપ્ત મોર્ય... આટલા લેખકો મોખરે રહ્યા છે. આ ઉપરાંત રીડ ગુજરાતી અને પ્રતીલીપી પર વાંચેલા ઢગલે બંધ લેખોએ પણ મને કંઇક ને કંઇક તો સીખાવ્યું જ છે. શરૂઆતમાં ફક્ત વાંચવા ખાતર કે વાંચનના શોખને સંતોષવા ખાતર જ વાંચતો. પરંતુ

  • 962
  • 1.9k
  • 2k
  • 2.6k
  • 2.2k
  • 2.5k
  • (17)
  • 3.8k
  • 1.3k
  • (11)
  • 3.8k
  • (37)
  • 3.8k