તલાશ - 22

(53)
  • 6.1k
  • 3.8k

એલાર્મ વાગતા જ જીતુભા એ આંખો ખોલી, સાડા દસ વાગ્યા હતા.એકાદ મિનિટ સ્વસ્થ થયા પછી ટ્રેનના વોશરૂમમાં જઈને એ બહાર આવ્યો. સામે બેઠેલી મારવાડી ફેમિલી કંઈક નાસ્તો કરતું હતું એમણે કહ્યું અમે તમને જગાડવાના જ હતા. હવે લગભગ 20 મિનિટમાં બરોડા આવશે. જીતુભાએ "થેંક્યુ." કહ્યું એમણે જીતુભાને નાસ્તો કરવા ઓફર કરી પણ જીતુભાએ ના પાડી એટલામાં મસાલા દૂધ વેચતો ફેરિયો નીકળ્યો જીતુભાએ 2 બોટલ લઈને એ ફેમિલીના 2 રમતિયાળ બાળકોના હાથમાં પકડાવી દીધી પછી પૂછ્યું. તમે લોકો પીશો? એ મારવાડી કપલે નમ્રતાથી ના કહી. પછી એ મારવાડીની પત્ની એ પૂછ્યું "ભાઈ તમે કામ શું કરો છો" "જી. હું ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેકટર છું." "ઓહોહો. જોયું મને લાગ્યું જ. જોયું મેં તમને નહોતું કહ્યું કે આ