આ કેવો પ્રેમ!!

  • 3.4k
  • 1.4k

આ.... એ ..જ લાગે છે હા એ ..જ એ ..જ છે. વાસુ એ ધ્યાન થી જોયું,હજી એવી જ લાગે છે, આજ પણ એને જોઈ ને વાસુ નુ મન પ્રસ્નન થઇ ગયું, અને તે જૂની યાદો માં ખોવાઈ ગયો. આજ પણ તેને યાદ છે, તે પોતાના કઝીન ના લગ્ન માં ગયો હતો,રાત્રે ગરબા રમવા માટે તે પોતાના ભાઈઓ સાથે તૈયાર હતો, ગ્નાઉન્ડ માં એક તરફ ઘણી ખુરશી રાખેલી હતી, ત્યારે તો ડી.જે નહતું પણ ટેપ પર ગીતો વગાડવા માં આવતા, એટલે એક તરફ ટેપ હતું જેની આસપાસ ૪ -૫ છોકરાઓ ઉભા હતા, રસોડા માથી સરસ વાનગી ની સુગંધ આવતી હતી,