વંદના - 13

(11)
  • 3.6k
  • 1.5k

વંદના-૧૩ગત અંકથી ચાલુ... સતત પગમાં વાગી રહેલા નાના પથ્થરો થી પગમાંથી લોહીના ટચિયા ફૂટવા લાગ્યા હતા. છતાં મારી માતા મારી હિંમત વધારતા મને સતત દોડતા રહેવાની સૂચના આપી રહ્યા હતા. સતત ચાલતા ચાલતા અમે કેડી પરથી હાઇવે ના રસ્તા પર આવ્યા. હાઈવેના રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ અને થોડા ઘણા વાહનોની અવર જવર જોઈને અમને થોડો હાશકારો થયો પરંતુ અચાનક વીજળીની ગર્જના થવા લાગી. ઘનઘોર ઘેરાતા વાદળો અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસી પડયો. છતાં પણ સખત ફૂંકાતા પવન સાથે વરસાદમાં મારી મા મને ઝડપી ચાલવાનો આદેશ આપી રહી હતી. પરંતુ વરસાદના કારણે રસ્તો પણ ખૂબ જ ધુંધળો દેખાતો હતો.