જીવન સાથી - 12

(29)
  • 6.6k
  • 3
  • 5.1k

દિવસો ઉપર દિવસો પસાર થયે જતાં હતાં પરંતુ આન્યાના કોઈ સમાચાર હજી ડૉ.વિરેન મહેતાને અને મોનિકા બેનને મળ્યાં ન હતાં. તેથી બંને ખૂબજ ઉદાસ રહેતાં હતાં. આ બાજુ દિપેન પણ આન્યાને જલ્દીથી સારું થઈ જાય અને તે જલ્દીથી ભાનમાં આવી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ આન્યાની પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાતો ન હતો. દિપેને આજે ડૉક્ટર સાહેબને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે, આન્યાને સારું તો થઈ જશે ને ? અને તે ભાનમાં ક્યારે આવશે ? એટલે ડૉક્ટર સાહેબે પણ એવું જ કહ્યું કે આન્યાને સારું તો થઈ જશે પણ ક્યારે થશે અને તે ક્યારે તે ભાનમાં આવશે