છેલ્લા શ્વાસ સુધીનો પ્રેમ

(20)
  • 4.2k
  • 1
  • 1.1k

દરિયાના હૃદય માંથી નીકળી કિનારા ને આલિંગન કરવા આતુર થયેલા મોજા કિનારે આવી ફીણ બની જતા હતા. સોમનાથનો એ વિશાળ દરિયા કિનારો, ગાંડો પણ એટલો જ છે. કિનારા પરની સિમેન્ટની બેન્ચ પર બેથેલ પારોએ દેવના ખંભા પર માથું રાખી કહ્યું, " દેવ આ દરિયા ગાંડો ખૂબ છે.... તારા જેવો જ... તું આવો જ હતો ને..."પારોના માથા પર હાથ ફેરવતો દેવે હાથ ફેરવ્યો અને કહ્યું, "ના... મારા જેવો ગાંડો નથી આ... પણ આપણા પ્રેમ જેવો ગાંડો છે...."બન્ને એકબીજાને જોઈ સ્મિત કરવા લાગ્યા...આ સિમેન્ટ ની બેન્ચ, આ દરિયો, દરિયાના ઉછળતા મોજા, આ સાંજ અને દેવ અને પારોનો વર્ષોથી સંબંધ રહ્યો છે. પ્રેમના પગથિયાં