જાસૂસનું ખૂન - ભાગ 3

(22)
  • 5.2k
  • 1
  • 2.6k

જાસૂસનું ખૂન ભાગ-3 બ્લેકમેલર પોલીસ સ્ટેશનમાં પહોંચી ઇન્સ્પેક્ટર પરમસિંહ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક લેબનો રીપોર્ટ વાંચવા લાગ્યા હતાં. "મારી શંકા સાચી નીકળી, હરમન. નાયાબ માકડનું ખૂન પ્લાસ્ટીકની પાતળી દોરીથી કરવામાં આવ્યું છે. આ પ્લાસ્ટીકની દોરી કપડાં સૂકવવામાં કે ગાંસડી બાંધવામાં વપરાતી હોય તેવી દોરી છે. ફોરેન્સીક લેબના રીપોર્ટ પ્રમાણે દોરી ઉપર કપડાં ધોવાના વોશીંગ પાવડરના કેટલાંક પાર્ટીકલ્સ મળ્યા છે. જેના પરથી એ વાત સાબિત થાય છે કે જે દોરી પર કપડાં સૂકવવામાં આવતા હશે એ દોરીનો ઉપયોગ કરી નાયાબ માકડને મારી નાંખવામાં આવ્યો છે. સીગરેટના ટુકડા ઉપર મળેલા ફીન્ગર પ્રિન્ટ પોલીસના રેકોર્ડમાં નથી માટે જેનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ ના હોય