નબળી: રાજવીની સંઘર્ષ કથા - 14 - છેલ્લો ભાગ

(17)
  • 2.9k
  • 1
  • 1.1k

(14) " એ રાજવી ... મને માફ કરી દે, મારા કારણે તને કશું જ ના મળ્યું, ના મા બાપનો પ્રેમ કે ના મારો પ્રેમ. દાદીને તો મૂડીનું વ્યાજ વહાલું હોય પણ મેં તને અળખામણી કરી. બેટા ઉઠ... મારે તને લાડ કરવા છે, તને સારા ઘરે વળાવી છે. હું તને હવેથી છપ્પરપગી પણ નહીં કહું, બેટા ઉઠને હવે." પાછાં તે રડવા લાગ્યા. આ બધું સાંભળીને નિહાલ અને વનિતા રડી રહ્યા હતા. એવામાં જ નયનાબેન જાગી ગયા અને એકદમ જ ઉઠીને દોડવા ગયા તો તેમની ભાભીએ પકડી લીધા એટલે તે પડતા પડતા બચી ગયા. છતાંય તેઓ બહાર જવા ગયા. બહાર જેવા આવ્યા